Vadodara: Integrated Health Management Scheme helps cops shed weight, gain fitness | Zee News
#Gujarat #News #Live
વડોદરાના પોલીસ જવાનોને સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ફિટ રાખવા માટે ઇન્ટીગ્રેટેડ હેલ્થ મેનેજમેન્ટ સ્કીમ લાગૂ કરવામાં આવી છે. અને આ કાર્યક્રમ અંતર્ગત જે પણ પોલીસ જવાન પોતાનું વજન ઘટાડશે, તેમને તેમના મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવશે. થોડા સમય અગાઉ વડોદરાના પોલીસ જવાનોનું ચેકઅપ કરાતા 200 પોલીસ જવાનો રેડ કેટેગરીમાં આવ્યા હતા. એટલે કે આ 200 પોલીસ જવાનો એવા હતા કે જેમનું બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને વજન વધારે હતુ. ત્યારે આ 200 પોલીસ જવાનોને ફિટ કરવા માટે પોલીસ હેડ ક્વાર્ટરમાં રોજ સવારે એક કલાક ફિટનેસ સેશન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 30 પોલીસ જવાનોએ 5 કિલોથી લઈને 21 કિલો સુધી પોતાનું વજન ઘટાડ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત બે મહિલા પોલીસ જવાનોએ વજન ઓછું કરતા તેમને મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ અપાયા છે. જેમાં વારસિયા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા ભારતીબેનએ 89.5 કિલોમાંથી 68 કિલો વજન કરતા તેમને હરણી પોલીસ સ્ટેશનમાં મુકાયા છે, તો પોલીસ કોન્સ્ટેબલ મોનિકા શૈલેષભાઈ 83 કિલોમાંથી 66 કિલો વજન કરતા તેમને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ અપાયુ છે. એટલું જ નહીં પોલીસ કમિશનરે બંને મહિલા પોલીસનું કોપ ઓફ ધ મન્થથી પણ સન્માનિત કર્યા છે.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
0 Comments